Tenth Pranidhan Trik

Tenth Pranidhan Trik

10 પ્રણિધાન ત્રિક :

 

    પ્રણિધાન ત્રિક

                                                                                                                                                મનનું પ્રણિધાન                   
                                                                                                                                                 વચનનું પ્રણિધાન
                                                                                                                                                 કાયાનું પ્રણિધાન

શરૂ કરેલા અનુષ્ઠાનમાં

ચૈત્યવંદનાદિમાં મન, 

વચન, કાયાના યોગોને

એકતાન, એકાકાર બનાવી

 દેવા તેનું નામ છે પ્રણિધાન ત્રિક.

 

1મનનું પ્રણિધાન

 

જે ક્રિયાવિધિ શરૂ કરી હોય

તેમાં જ મનને જોડી રાખવું.

તે વિધિવિધાન સિવાયના બહારના

 કોઈપણ વિચારને મનમાં

ન પ્રવેશવા દેવો.

 

2 વચનનું પ્રણિધાન :

 

જ સૂત્રોચ્ચાર ચાલી રહ્યો

હોય તેના ઉચ્ચાર

 (પ્રોનાઉન્સેશન) નો, પદનો,

સંપદાનો પૂરો ખ્યાલ 

રાખીને સૂત્રોચ્ચાર કરવો,

સૂત્રોચ્ચારની પણ એક

 પરંપરાગત પદ્ધતિ હોય છે

જેને ઈગ્લીશમાં લેંગ્વેજ 

આર્ટ કહેવાય છે.

તે શીખી લેવી જોઈએ અને અન્ય 

પાપવચનો પરિત્યાગ કરવો.

 

3 કાયાનું પ્રણિધાન :

 

જે મુદ્રામાં ક્રિયા કરવાની

હોય તે જ મુદ્રામાં

 શરીરને ગોઠવવું અને

અન્ય પાપચેષ્ટાઓનો 

પરિત્યાગ કરવો.

 

પ્રણિધાન :

 

બધી જ આરાધનાઓનો

જો કોઈ મૂલાધાર

હોય તો તે છે પ્રણિધાન

જે આરાધનામાં મન,

વચન અને કાયાના યોગો

તદાકાર બનતા નથી તે

આરાધના ઉત્કૃષ્ટ ફળ

આપી શકતી નથી.

ક્રિયાયોગમાં જોડાઈ જવાનું

કામ સહેલું છે.

પણ જોડાઈ ગયા બાદ મન,

વચન, કાયાના તોફાની

ઘોડાઓને સીધા લગામમાં

રાખવાનું કામ મુશ્કેલ છે.

જિનપૂજા, ચૈત્યવંદન,

પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ

કરતા ઘણા બધા આરાધકો

મન, વચન, કાયાના

યોગોને લગભગ રખડતા

અનેરમતા રાખે છે.

તેમનું શરીર ઝંડાની જેમ

ઝૂલ્યા કરતું હોય છે.

આંખો મગરમચ્છની જેમ ચારેકોર

ડોકીયાં કર્યા કરતી હોય છે.

હાથપગ સનેપાતના દર્દીની જેમ સતત

ઉંચાનીચા થયા કરતા હોય છે.

સર્પની છહ્વાની જેમ જીભડી

સદા લપલય થતી રહે છે.

અને મન તો દૂરસુદૂર

હજારો કીલોમીટરોના યાત્રા પ્રવાસે

નીકળી પડતું હોય છે.

આવી ચંચળતાના કારણે

 મહામૂલ્યવંતી આરાધનાઓમાં જે ચૈતન્ય ઉત્પન્ન થવું 

જોઈએ તે થતું નથી.

જે રસાસ્વાદનો અનુભવ થવો 

જોઈએ તે થઈ શકતો નથી.

સાવ નીરસ બની ગયેલી 

લૂખી આરાધનાઓને જીવ

અનિચ્છાએ પણ કોક ને 

કોક કારણસર થોડા સમય

સુધી માંડ માંડ ખેંચી તો જાય છે.

અને જીવ પાછો પાપાચારના માર્ગે તણાઈ

 જાય છે સદ્દગુરુનો સમાગમ

થતાં પુનઃ તે જીવ

 આરાધનાના પથ પર ચડે

છે પણ પાછા પડી જતાં 

વાર લાગતી નથી.

સમય જતાં જો પુનઃ સદ્દગુરુનો

 સમાગમ મળે તો વળી પાછો

લાઈન પર આવી જાય છે.

પણ થોડા સમયમાં વળી

પાછો હતો ત્યાંનો ત્યાં

 પહોંચી જાય છે.

તેના જીવનમાં આવા અપ ડાઉન 

વારંવાર ચાલ્યા કરે છે.

આવા જીવનનાં ઝોલાં બંધ 

કરી દેવાનો સીધો, સરળ

અને સાચો માર્ગ તે છે કે જે 

આરાધના કરો તેમાં તમારા

મન, વચન, કાયાને 

સ્થિર બનાવી દો.

તે આરાધના પ્રત્યે હૃદયમાં પૂર્ણ 

અહોભાવને ઘારણ કરો.

કશી જ ખબર ન પડતી

 હોય તો માત્ર એટલું

તો પૂર્ણ વિશ્વાસથી હૃદયને 

સમજાવી દો કે આ

ક્રિયાવિધિ મારા પરમોપકારી 

પરમપિતા તારક જિનેશ્વર

દેવાધિદેવે મારા કલ્યાણ

 માટે જ બતાવી છે.

આ ક્રિયાવિધિથી નિશ્ચિતપણે 

મારા આત્માને લાભ થવાનો જ છે.

 

અહોભાવ, સદ્ભાવ, શ્રદ્ધા

અને વિશ્વાસ સાથે જે ક્રિયાવિધિઓ

જે રીતે કરવાની જણાવી છે. 

તે રીતે કરશું તો નાનકડી

પણ આરાધના જબ્બર

ચમત્કાર દેખાડશે.

 

રાજા શ્રીપાલ :

ઓલા શ્રીપાલ ! સાવ અજાણ,

એમને કશી

 જ આવડત ન હતી.

પરણ્યા પછી મયણા સાથે સૌ 

પ્રથમ જયારે ભગવાન

યુગાદિદેવના દર્શને ગયા ત્યારે

 સ્તુતિ પણ બોલતાં આવડતી

ન હતી તેમ છતા તેમણે

હૃદયમાં પરમાત્મા પ્રત્યે

પૂર્ણ અહોભાવ, સદ્ભાવને

ધારણ કર્યો અને મનોમન

નક્કી કર્યું કે, ‘મયણા જે

 કરે તે મારે પણ પ્રમાણ.’

શ્રીપાલે મયણા 

ક્રિયાવિધિમાં અનુમોદના રૂપે

પોતાની પાર્ટનરશીપ નોંધાવી દીધી.

મયણાના કંઠેથી સ્તુતિનાં

સ્વર રેલાઈ રહ્યા છે.

હૃદયમાં ભક્તિનો મહાસાગર

ઉછળી રહયો છે.

શરીર રોમાંચિત બન્યું છે.

પ્રભુના દર્શને નયન 

વિકસ્વર બન્યાં છે.

મન પ્રભુમાં એકાકાર બની ગયુંછે.

સંસાર ભૂલાઈ ગયો છે.

આવા સુપર સંયોગ

 સર્જાતા મયણાનો આત્મા

અમૃત અનુષ્ઠાનનાં શિખરો

 સર કરવા લાગ્યો.

શ્રીપાલ પણ એવા જ ભાવોમાં 

ઝીલવા લાગ્યા અને

ત્યાં એકાએક દેવાધિદેવનાં 

ખોળામાંથી શ્રીફળ ઉછળ્યું

અને ગળામાંથી માળા ઉછળી.

શ્રીપાલે શ્રીફળ ગ્રહણ કર્યું અને મયણાએ 

માળાને ગ્રહણ કરી.

દર્શનવિધિમાં આવેલી 

તલ્લીનતાનો આ માત્ર

એક સામાન્ય પરચો હતો. 

બહાર નીકળ્યા તો આચાર્યદેવ

મુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજા મળ્યા.

એમની કૃપાએ શ્રી સિદ્ધચક્ર

 ભગવાનની આરાધના મળી.

યથોકત વિધિ પ્રમાણે 

આરાધના કરતાં રાજા શ્રીપાલનો

કોઢ રોગ દૂર થયો. 

અને નવમા ભવે મોક્ષ

બુક થઈ ગયો.

 

હૃદયમાં અહોભાવ, સદ્ભાવ અને ભક્તિ 

ધારણ કરીને યથોક્ત વિધિનું

મન/વચન/કાયાથી

જો પરિપાલન કરવામાં આવે

તો જિનપૂજા એ અવશ્ય 

લાભને કરનારી છે.

સંકટોને સો ટકા દૂર કરનારી છે.

અભ્યુદયને સાધી આપનારી છે

અને અંતે શ્રીપાલ-મયણાની

જેમ આપણને પણ મોક્ષે 

પહોંચાડનારી છે.

 

પ્રિય વાચકો ! બસ! અહિં દશ ત્રિક અને

 પૂજાવિધિ સમાપ્ત થાય છે.

છેલ્લી પ્રણિધાન ત્રિકને 

ફરીવાર ધ્યાનમાં લેજો

અને જયારે પણ ક્રિયાવિધિનો 

પ્રારંભ કરો ત્યારે મન, વચન, કાયાના

ઘોડાઓની લગામ બરાબર સંભાળી

લેજો અને પછી આગળ વધજો.

તમારી આરાધના તાંબુ મટીને

સોનું બની જશે.

કોપર ગોલ્ડમાં ટ્રાન્સફર

થઈ જશે. બસ!

 આથી વધુ બીજું જોઈએ શું?

 

કેટલીક સાવધાની :

 

A. ઈરિયાવહિયા કરીને

પછી જ ચૈત્યવંદન 

શરૂ કરવાનું વિધાન વ્યવહારસૂત્ર/ આવશ્યક સૂત્ર/ મહાનિશીથસૂત્ર/ ભગવતીસૂત્ર/ વિવાહચૂલિકા/ પ્રતિક્રમણચૂર્ણિ આદિ ગ્રંથોમાં છે.

મહાનિશીથ સૂત્રમાં અવિધિથી ચૈત્યવંદન

કરનારને પ્રાયશ્ચિત જણાવેલ છે.

કેમ કે અવિધિથી કરનારો અન્યને પણ 

અશ્રદ્ધા ઉત્પન્ન કરનારો બને છે.

 

B. ચૈત્યવંદનનાં સૂત્રોના અર્થો ગુરુગમથી

 અવશ્ય જાણી લેવા જોઈએ.

 

C. ચૈત્યવંદનનાં સૂત્રો ન

આવડતાં હોય તો 

વહેલી તકે કંઠસ્થ કરી લેવાં.

 

D. ચૈત્યવંદનનાં સૂત્રોમાં પદ, સંપદા 

વગેરેનો ઉપયોગ રાખી

બીજાને અંતરાય ન પડે તે

 રીતે બોલવાં.

 

E. ચૈત્યવંદન અને ધ્યાન પ્રભુની

જમણી બાજુએ કરવું.