પ્રણામ ત્રિક :
પ્રણામ
1.અંજલિબદ્ધ
2. અર્ધાવનત પ્રણામ :
3. પંચાંગ પ્રણિપાત
શબ્દાર્થ : પ્ર = ભાવપૂર્વક. ણામ = નમવું.
ભાવપૂર્વક પરમાત્માને નમવું તેનું નામ ‘પ્રણામ.’
1. અંજલિબદ્ધ પ્રણામ :
શબ્દાર્થ : અંજલિ = હાથ જોડવા,
બદ્ધ – કપાળે લગાડવા.
દેવાધિદેવનું વદનારવિંદ દેખાતાંની સાથે જ બે
હાથ જોડી કપાળે લગાડી, મસ્તક નમાવી, ‘નમો
જિણાણં’ પદ બોલીને આ પ્રણામ કરવો.
2. અર્ધાવનત પ્રણામ :
શબ્દાર્થ : અર્ધ – અડધું (શરીર).
અવનત * નમેલું.
દેવાધિદેવના ગર્ભદ્વાર પાસે પહોંચતા
કમ્મરમાંથી અડધું શરીર નમાવીને બે હાથ જોડી આ
પ્રણામ કરવો.
૩. પંચાંગ પ્રણિપાત પ્રણામ :
શબ્દાર્થ : પંચ = પાંચ. અંગ = અવયવો.
પ્રણિપાત – નમસ્કાર.
શરીરનાં પાંચ અંગો (બે હાથ, બે પગ અને મસ્તક)
નમાવીને, જમીનને અડાડીને કરાતા પ્રણામને
પંચાંગ પ્રણિપાત કહેવાય છે. આનું રૂઢ નામ
ખમાસમણ છે. ચૈત્યવંદન શરૂ કરતાં પહેલાં આ પ્રણામ.
ત્રણ વાર કરવો.
પ્રણામ :
પ્રણામ એટલે નમસ્કાર. માણસ ઘણી રીતે
ઘણાને નમતો હોય છે. પ્રેમચંદભાઈ સામે મળે તોય
નમસ્કાર કરે અને કોક છગનભાઈ મળે તોય નમસ્કાર
કરે. એરઈન્ડિયાની એર હોસ્ટેસ પણ પ્રત્યેક
પ્રવાસીને નમતી હોય છે અને નેતાશ્રીના બંગલે
ઉભેલો ડોરકીપર પણ નેતાને સલામ મારતો હોય છે.
પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માણસ કોને નથી
નમતો તે સવાલ છે . કહેવાય છે કે ‘ગરજે ગધેડાને
પણ બાપ કહેવો પડે.’ માણસ પોતાની ગરજ સારવા
ગદ્ધાને બાપ કહેવા સુધીની નિમ્નકક્ષાએ આવી
પહોંચે છે. ઈન્ટરવ્યુ આપવા જાય ત્યારે બૉસને અને
ચોપડા ઑડીટ કરાવવાજાય ત્યારે ઑફિસરને માણસો
કેવા લળી લળીને સાહેબ, સાહેબ કરીને નમતા હોય
છે. એક ચેંક કલીયર કરવા બેંક મેનેજરને પણ કેટલું
કરગરતા હોય છે. બે કાગળીયાં પર સહી કરવા
માણસ સરકારી કર્મચારીને કેટલીય આજીજીઓ કરે
છે. આવા તો કેટલાય સરનામા છે જયાં માણસ લાખ
લાખ વાર નમતો હોય છે, ગૂકતો હોય છે.
દુઃખની વાત એ છે કે સર્વત્ર ઝૂકનારો
પરમાત્મા સામે નથી ઝૂકી શકતો. તેને બધે નમવાનો
સમય મળે છે પણ પ્રભુને નમવાનો સમય નથી
મળતો.
પરમાત્માને કરાતા પ્રણામમાં પ્રચંડ તાકાત
રહેલી છે. અરિહંતને કરેલો એક જ નમસ્કાર હજારો
ભવોથી મુક્ત બનાવનાર છે. કોટિ કોટિ કર્મોનું
કાસળ કાઢી નાખનાર છે. માટે જ કહેવાયું છે કે
“ઈકકો વિ નમુક્કારો, તારેઈ નરંવ નારી વા !’ પ્રકૃષ્ટ
ભાવથી કરેલો એક જ પ્રણામ નર યા નારીને
ભવસમુદ્રથી તારી દે છે. પ્રભુજીને કરાતા પ્રણામના
શાસ્ત્રોમાં ૩ પ્રકારો દર્શાવ્યા છે. (૧) ઈચ્છાયોગનો નમસ્કાર
(૨) શાસ્ત્રયોગનો નમસ્કાર (૩) સામર્થ્ય યોગનો નમસ્કાર.
વર્તમાનમાં કરાતો નમસ્કાર એ ઈચ્છાયોગનો નમસ્કાર છે.
એમાં ભાવનાનું પ્રાબલ્ય વધતાં એ શાસ્ત્રયોગનો નમસ્કાર બને
અને અંતે જતાં જતાં જયારે સામર્થ્યયોગનો નમસ્કાર બનીને
ઉભો રહે ત્યારે માત્ર એક જ પ્રણામે ઘાતીકર્મના ભુક્કા બોલી
જાય અને કૈવલ્યજ્ઞાનની સંપ્રાપ્તિ થઈ જાય. આમ નમસ્કાર એ
છેક કૈવલ્યજ્ઞાન અને મોક્ષ પર્યંત પહોંચાડનારો છે. આવા
મહિમાથી યુક્ત પ્રણામના કુલ ૩ પ્રકાર દર્શાવ્યા છે. જુદી જુદી
શારીરિક મુદ્રા વડે કરાતા આ પ્રણામને ઘણા જીવો જાણતા
નથી સમજતા નથી માટે બે હાથ જોડવા તેને જ નમસ્કાર
સમજી લેતા હોય છે. પ્રણામત્રિક દ્વારા પ્રણામના સ્વરૂપને
સમજીને યથાસ્થાને યોગ્ય પ્રણામ કરવો સહુ માટે હિતાવહ
ગણાશે.
કેટલાક કથાપ્રસંગો :
A. વડોદરા સ્ટેટના ગાયકવાડ સરકાર એક
વાર રાણી વિકટોરિયાના દરબારમાંથી પૂંઠ થાય તે
રીતે પાછા ફર્યા. લાલચોળ આંખે રાણીએ રાડ નાખી,
આ કોણ જાય છે ? જવાબ મળ્યો, ફર્સ્ટ કલાસ
ગ્રેડમાં રહેલા વડોદરા સ્ટેટના સરકાર જાય છે.
રાણીએ ઓર્ડર કર્યો, જેને કઈ રીતે બહાર નીકળવું
તેની ખબર નથી તેને ફર્સ્ટકલાસ ગ્રેડમાં કઈ રીતે
રખાય ? એ આખા સ્ટેટને સેંકડ કલાસ ગ્રેડમાં
ઉતારી નાખો. પરમાત્માનો અવિનય કરવાથી કર્મસત્તા
શું સજા કરશે ? એ આ દષ્ટાંત પરથી વિચારી લેવું.
B. અક્કડ છાતી રાખીને જરાયે નમ્યા વિના
મંદિરમાંથી તાડના ઝાડની જેમ સીધા બહાર નીકળેલા
એક યુવાનને મેં પૂછ્યું કે, જરાયે નમ્યા વિના તું
સીધેસીધો કેમ બહાર નીકળી ગયો ? મહારાજ !
નમવા જતાં મારું ઈનશર્ટ નીકળી જાય છે. અને
ખમાસમણું દેતાં આ ઈસ્ત્રીની ક્રીઝ ભાંગી જાય છે.