Darapurino nem rajiyo stavan gujarati lyrics

Darapurino nem rajiyo stavan gujarati lyrics

દ્વારાપુરીનો નેમ રાજિયો, તજી છે જેણે રાજુલ જેવી નાર રે;

ગિરનારી નેમ! સંયમ લીધો છે બાલાવેશમાં…

॥१॥

મંડપ રચ્યો છે મધ્ય ચોકમાં, જોવા મળ્યું છે દ્વારાપુરીનું લોક રે. ગિ૦।। ૨ ।।

ભાભીએ મેણાં મારિયાં, પરણે વ્હાલો શ્રીકૃષ્ણનો વીર રે. ગિ૦||૩||

ગોખે બેસીને જોઈ રહ્યાં, ક્યારે આવે જાદવકુલનો દીપરે. ગિ૦।।૪ ।।

નેમજી તે તોરણ આવિયા, સુણી કાંઈ પશુનો પોકાર રે.

शि०॥५॥

સાસુએ નેમજીને પોંખિયાં, વ્હાલો મારો તોરણ ચઢવા જાય રે. ગિ૦।।૬।।

નેમજીએ સાળાને બોલાવીયા, શાને કરે છે પશુડાં પોકાર રે. ગિ૦ ।।૭।।

રાતે બેની પરણશે, સવારે દેશું ગોરવના ભોજન રે. ગિ૦।।૮।।

નેમજીએ રથ પાછો વાળીયો, જઈ ચઢ્યા ગઢ ગિરનાર રે. ગિ૦।।૯।

રાજુલ બેની રુવે ધ્રુસકે, રૂવે રુવે કાંઈ દ્વારાપુરીનાં લોક રે. ગિ૦।।૧૦।।

વીરાએબેનીનેસમજાવિયા, અવરદેશુંનેમસરીખોભરથારરે. ગિ૦।।૧૧।।

પિયુ તે નેમ એક ધારિયા, અવર દેખું ભાઈને બીજા બાપરે. ગિ૦।।૧૨।।

જમણી આંખે શ્રાવણ સરવરે, ડાબી આંખે ભાદરવો ભરપૂર રે. ગિ૦ ।।૧૩।।

ચીર ભીંજાય રાજુલ નારનાં, વાગે છે કાંઈ કંટક અપાર રે. ગિ૦।।૧૪ ।।

હીરવિજય ગુરુ હીરલો, ‘લબ્ધિવિજય” કહે કરજોડ રે. ગિ૦।।૧૫।।

નેમિ તીર્થંકર બાવીસમાં, સખીઓ કહે ના મળે એની જોડરે. ગિ૦।।૧૬॥

Related Articles

× CLICK HERE TO REGISTER