Kayu janu kayu bani aavshe stavan gujarati lyrics

Kayu janu kayu bani aavshe stavan gujarati lyrics

કયું જાણું કયું બની આવશે, અભિનંદન રસ રીત હો મિત્ત;

પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હો મિત્ત. કયું૦ ।।૧ ॥

શુદ્ધ સ્વરુપ સનાતનો, નિર્મલ જે નિઃસંગ હો મિત્ત;

આત્મવિભૂતે પરિણમ્યો, ન કરે તે પરસંગ હો મિત્ત. કયું૦।।૩।।

પરમાતમ પરમેશ્વરું, વસ્તુગતે તે અલિપ્ત હો મિત્ત;

દ્રવ્યે દ્રવ્ય મિલે નહિં, ભાવે તે અન્ય અવ્યાપ્ત હો મિત્ત.

પણ જાણું આગમ બળે, મિલવું તુમ પ્રભુ સાથ હો મિત્ત;

પ્રભુ તો સ્વસંપત્તિમયી, શુદ્ધ સ્વરુપનો નાથ હો મિત્ત. કયું૦॥૪॥

પર પરિણામિકતા અછે, જે તુજ પુદ્રલ યોગ હો મિત્ત;

જડ ચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત.

શુદ્ધ નિમિત્ત પ્રભુ ગ્રહ્યો, કરી અશુદ્ધ પર હેય હો મિત્ત;

આત્માલંબી ગુણાલયી, સહુ સાધકનો ધ્યેય હો મિત્ત.

જિમ જિનવર આલંબને, વધે સધે એક તાન હો મિત્ત;

તિમ તિમ આત્માલંબની, ગ્રહે સ્વરુપ નિદાન હો મિત્ત.

સ્વસ્વરુપ એકત્વતા, સાધે પૂર્ણાનંદ હો મિત્ત;

રમે ભોગવે આતમા, રત્નત્રયી ગુણવૃંદ હો મિત્ત.

અભિનંદન અવલંબને, પરમાનંદ વિલાસ હો મિત્ત;

‘દેવચંદ્ર’ પ્રભુ સેવના, કરી અનુભવ અભ્યાસ હો મિત્ત.

Related Articles

× CLICK HERE TO REGISTER