Olaggadi to kije stavan gujarati lyrics

Olaggadi to kije stavan gujarati lyrics

ઓલગડી (૨) તો કીજે શ્રીમુનિસુવ્રતસ્વામીની રે,

જેહથી નિજપદ સિદ્ધ;

કેવલજ્ઞાનાદિક ગુણ ઉસે રે, લહીયે સહજ સમૃદ્ધિ.

॥੧॥

ઉપાદાન (૨) નિજ પરિણતિ વસ્તુની રે, પણ કારણ નિમિત્ત આધીન;

પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપદિશ્યો રે, ગ્રાહક વિધિ આધીન.

॥२॥

સાધ્ય સાધ્ય ધર્મ જે માંહે હુવે રે, તે નિમિત્ત અતિ પુષ્ટ;

પુષ્પમાંહિ તિલ વાસક વાસના રે, તે નહિ પ્રધ્વંસક દુષ્ટ.

॥३

(૨) નિમિત્ત અપુષ્ટ ઘડા તણો રે, નવિ ઘટતા તસુ માંહિ;

સાધક સાધક પ્રધ્વંસકતા અછે રે, તિણે નહિ નિયત પ્રવાહ. ।।૪।।

ષટ્કારક ષટ્કારક તે કારણ કાર્યનો રે, જે કારણ સ્વાધીન;

તે કર્તા તે કર્તા સહુ કારક તે વસુ રે, કર્મ તે કારણ પીન.

કાર્ય કાર્ય સંકલ્પે કારણદશા રે, છતી સત્તા સદ્ધાવ;

॥५॥

અથવા તુલ્ય ધર્મને જોઈયે રે, સાધ્યારોપણ દાવ.

॥६॥

અતિશય અતિશય કારણ કારક કરણતે રે, નિમિત્ત અને ઉપાદાન;

સંપ્રદાન (૨) કારણ પદ ભવનથી રે, કારણ વ્યય અપાદાન. ॥૭॥

ભવન (૨) વ્યય વિણ કારજ નવિ હુવે રે, જિમ દૃષદે ન ઘટત્વ;

શુદ્ધાધાર (૨) સ્વગુણનો દ્રવ્ય છે રે, સત્તાધાર સુતત્વ.

આતમ (૨) કર્તા કાર્ય સિદ્ધતા રે, તસુ સાધન જિનરાજ;

પ્રભુ દીઠે (૨) કારજ રુચિ ઉપજે રે, પ્રગટે આત્મ સમાજ.

વંદન (૨) નમન સેવન વળી પૂજના રે, સ્મરણ સ્તવન વળી ધ્યાન;

“દેવચંદ્ર”(૨) કીજે જગદીશનું રે, પ્રગટે પૂર્ણ નિધાન. ॥१०॥

Related Articles

× CLICK HERE TO REGISTER