Pranamo Shri arnath stavan gujarati lyrics

Pranamo Shri arnath stavan gujarati lyrics

પ્રણમો શ્રી અરનાથ, શિવપુર સાથ ખરોરી;

ત્રિભુવન જન આધાર, ભવનિસ્તાર કરોરી.

કર્તા કારણ યોગ, કાર્યસિદ્ધિ લહે

કારણ ચાર અનૂપ, કાર્યથી તેહ ગ્રહેરી. જે કારણ તે કાર્ય,

થાયે પૂર્ણ પદેરી

ઉપાદાન તે હેતુ, માટી ઘટ તે વદેરી. ઉપાદાનથી ભિન્ન,

જે વિષ્ણુ કાર્ય ન થાયે;

ન હુવે કાર્ય રુપ, કર્તાને વ્યવસાયે.

કારણ તેહ નિમિત્ત, ચક્રાદિક ઘટ ભાવે;

કારજ સમવાય, કારણ નિયતને દાવે.

વસ્તુ અભેદ સરુપ, કાર્યપણું ન ગ્રહેરી;

તે અસાધારણ હેતુ,કુંભેથાસ લહેરી.

જેહનો નવિ વ્યાપાર, ભિન્ન નિયત બહુ ભાવી;

ભૂમિ કાળ આકાશ, ઘટ કારણ સદ્ધાવી. એહ હેતુ,

આગમમાંહી કહ્યોરી;

કારણ પદ ઉત્પન્ન, કાર્ય થયે ન લહ્યોરી.

આતમ દ્રવ્ય, કાર્ય સિદ્ધિ પણોરી;

નિજ સત્તાગત ધર્મ, તે ઉપાદાન ગણોરી.

યોગ સમાધિ વિધાન, અસાધારણ તેહ વદેરી;

વિધિ આચરણા ભક્તિ, જિણે નિજ કાર્ય સધેરી.

નરગતિ પઢમ સંઘયણ, તેહ અપેક્ષા જાણો;

નિમિત્તાશ્રિત ઉપાદાન, તેહની લેખે આણો.

નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી;

પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમાં એહ વખાણી

પુષ્ટ હેતુ અરનાથ, તેહના ગુણથી હલીયે;

રીઝ ભક્તિ બહુમાન, ભોગ ધ્યાનથી મીલીયે.

મોટા ને ઉત્સંગ, બેઠા ને શી ચિંતા;

તિમ પ્રભુ ચરણ પસાય, સેવક થયા નિચિંતા.

અર પ્રભુ પ્રભુતા રંગ, અંતર શક્તિ વિકાસી;

“દેવચંદ્ર’ને આણંદ, અક્ષયભોગ વિલાસી.

Related Articles

× CLICK HERE TO REGISTER