Suvidhi jinesar pay namine stavan gujarati lyrics

Suvidhi jinesar pay namine stavan gujarati lyrics

સુવિધિ જિણેસર પાય નમીને, શુભ કરણી ઈમ કીજે રે;

અતિ ઘણો ઊલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજી જે રે.

દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે;

દહ તિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈએરે.

કુસુમ અક્ષત વર વાસ સુગંધી, ધૂપ દીપ મન સાખી રે;

અંગપૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરુ મુખ આગમ ભાખીરે.

એહનું ફળ દોય ભેદ સુણીજે, અનંતર ને પરંપર રે;

આણા પાલન ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર રે.

ફૂલ અક્ષત વર ધૂપ પઈવો, ગંધ નૈવેધ ફળ જળ ભરી રે;

અંગઅગ્રપૂજા મળી અડવિધ, ભાવે ભવિક શુભગતિવરીરે.

સત્તર ભેદ એકવીસ પ્રકારે, અષ્ટોત્તર શત ભેદે રે;

ભાવપૂજા બહુવિધ નિરધારી, દોહગ દુર્ગતિ છેદે રે.

તુરીય ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સયોગી રે;

ચઉહા પૂજા ઈમ ભાખી કેવળ ભોગી રે. ઈમ પૂજા બહુ ભેદ સુણીને,

સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લહેશે,

“આનંદઘન’ પદ ધરણી રે. સુ૦ ।।

Related Articles

× CLICK HERE TO REGISTER