Tarak birud suni Kari stavan gujarati lyrics

Tarak birud suni Kari stavan gujarati lyrics

તારક બિરુદ સુણી કરી,

હું આવી ઊભો દરબાર; પ્રભુ! ઘણી તાણ ન કીજિયે,

મુજ ઉતારો પાર, શ્રી શ્રેયાંસ સાહિબા… કાળાદિક દૂષણ દાખતાં,

દાતારપણું કિમ થાય; જો વિણ અવલંબન તારીએ,

જગ સઘળો તો જશ ગાય. બાળકને સમજાવવા,

કહેશો ભોલામણી વાત; પણ હઠ કીધી મૂકીશ નહિ,

વિણ તાર્યે ત્રિભુવન તાત. જો મન તારણનું છે,

તો ઢીલ તણું શું કામ; ચાતક નિર્મૂક દુષણે, થઈ મેઘ ઘટા જગશ્યામ.

તુજ દરિસણથી તાહરો, હું કહેવાયો જગમાંય;

હવે મુજ કુણ લોપી શકે, બળિયાની ઝાલી બાંય.

વિષ્ણુકુમાર વાલેસરુ, પ્રભુ સિંહપુરીનો રાય;

લાખ ચોરાસી વરસનું, પ્રભુ પાળ્યું પૂરણ આય.

ધનુષ એંશી તનું શોભતું, ખડ્ગી લંછન જગદીશ;

હરખ ધરીને વિનવું, “સુમતિવિજય” કવિ શીશ.

Related Articles

× CLICK HERE TO REGISTER