Mumukshu Amitbhai

Mumukshu Amitbhai

Mumukshu Amitbhai

Diksha on Dtd.15-06-2017… Diksharthi Amitbhai Mehta…..કરોડો ની મેદની મા પણ જેમની પહેચાન સહજતાથી
થઈ જાય તેવુ જિનશાસન નું અનોખું નજરાણુ દુનિયા ની આઠમી અજાયબી થી ઓછુ નથી. वैरागी ने वंदन वैरागीने वंदन…..
જેના રોમરોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા
આ છે અણગાર અમારા …આ છે અણગાર અમારા..
દુનિયામાં જેની જોડ જડે ના એવું જીવન જીવનારા….
આ છે અણગાર અમારા …આ છે અણગાર અમારા
સામગ્રી સુખની લાખ હતી…સ્વચ્છાએ એણે ત્યાગી
સનાથ સ્વજનનો છોડીને …સંયમની ભિક્ષા માંગી,
દીક્ષાની સાથે પંચમહાવ્રત …અંતરમાં ધરનારા ….
આ છે અણગાર અમારા …આ છે અણગાર અમારા…
ના પંખો વીંઝે ગરમીમાં ….ના ઠંડીમાં કડી તાપે
ના કાચા જળનો સ્પર્શ કરે…ના લીલોતરીને ચાપે,
નાનામાં ના જીવોનું પણ… સરક્ષણ કરનારા ……
આ છે અણગાર અમારા …આ છે અણગાર અમારા…
જૂથ બોલીને પ્રિય થવાનો ….વિચાર પણ ના લાવે
ય મૌન રહે ય સત્ય કહે…પરિણામ ગમે તે આવે,
જાતે ન લે કોઈ ચીજ કદી… આપે તો લેનારા !
આ છે અણગાર અમારા …આ છે અણગાર અમારા …
ના સંગ કરે કદી નારીનો…ના અંગોપાંગ નિહાળે
જપ જરૂર પડે તો વાત કરે…પણ નયણાં નીચા ઢાળે,
આ છે અણગાર અમારા …આ છે અણગાર અમારા …
ના સંગ્રહ એણે કપડાનો …ના બીજા દિવસનું ખાણું
ના પૈસો એની ઝોળીમાં… ના એના નામે થાણું ,
ઓછામાં ઓછા સાધનમાં …સંતોષ ધરી રહેનારા
આ છે અણગાર અમારા …આ છે અણગાર અમારા …
ના છત્રધરે કદી તડકામાં… ના ફરે કદી વાહનમાં
મારગ હો તો ચાહે કાંટાળો…પહેરે ના કંઈ પગમાં,
હાથેથી સઘળા વાળ ચૂંટે…માથે મુંડન કરનારા
આ છે અણગાર અમારા …આ છે અણગાર અમારા …
કલ્યાણ જીવોનું કરવા કાજે… વિચરે દેશ વિદેશે
ના રાયરંક ઊંચનીચ…સરખા સૌને ઉપદેશે,
અપમાન કરો યા સન્માનો… સમતાભાવે રહેનારા .
આ છે અણગાર અમારા …આ છે અણગાર અમારા…
જેના રોમરોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા
આ છે અણગાર અમારા …આ છે અણગાર અમારા..
દુનિયામાં જેની જોડ જડે ના એવું જીવન જીવનારા….
આ છે અણગાર અમારા …આ છે અણગાર અમારા …* *
દીક્ષાર્થીઓની ખાણમાંથી વધુ મૂલ્યવાન
રત્નની જૈન શાસનને અમુલ્ય ભેટ..‘
સંસાર એક એવી રાત, જ્યા કદી ન આવે પ્રભાત, સંયમ
એક એવી પ્રભાત, જ્યા કદી ન આવે રાત”
‘મમ મુંડા વેહ, મમ પવ્વાવેહ અને મમ વેશ સમવ્વેહ’
સારા દેખાવા માટે સંપતિની જરૂર નથી,,
સારા બનવા માટે સંયમની જરૂર છે.
*******************************************
સયમ જીવન નો લીધો મારગડો પ્રભુ
તારા જેવા થવારે ….ખુબ અનુમોદના. જૈનમ
જયતિ શાશનમ.
જય જીનેન્દ્ર.:~: અદભુત એવા જિન શાસન ને વંદન વંદન
હોજો :~:જૈનશાસનના અણગાર, આપ
છો અમારા શણગાર…!!!
‘ જા સંયમ પંથે દીક્ષાર્થી, તારો પંથ સદા ઉજમાળ
રહે…નમો લોએ સવ્વ સાહુનામ..ત્યાગ ધર્મ નો જય
જયકાર…..શ્રમણ ધર્મ નો જય યકાર……..કોટ
ી કોટી વંદન અમારા….દીક્ષાર્થી અમર
રહો…….દીક્ષાર્થી નો જય જય કાર..
રૂડા રાજ મહેલ ને ત્યાગી ..પેલા ચાલ્યા રે જાય
વૈરાગી…….
સંસાર એક એવી રાત જ્યાં કદી ના આવે પ્રભાત….સંયમ
એક એવી પ્રભાત જ્યાં કદી ના આવે રાત….
જા ! સંયમ પંથે દીક્ષાર્થી તારો પંથ સદા ઉજમાળ
બને……
ઝંજીર હતી જે કર્મો ની તે મુક્તિ ની વરમાળ બને……
હોંશે હોંશે તું વેશ ધરે એ વેશ બને પાવન કારી….
ઉજ્જવળતા એની ખુબ વધે તને વંદે આખો સંસાર….
❄❄
* * *

Related Articles

× CLICK HERE TO REGISTER