- Amrutjara Parshwanath
Post-JamBhanvad, Dist-Jamnagar
સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના ભાણવડ ખાતે શ્રી અમૃતઝરા પાર્શ્વનાથજી મુખ્ય અને એકમાત્ર તીર્થ આવેલું છે. ભાણવડ થી બે કિલોમીટરના અંતરે આવેલા આ તીર્થમાં બે મનોહર જિનાલયો છે.શ્રી અમૃતઝરા પાર્શ્વનાથજી શિખરબંધી જિનાલય ભવ્ય છે. બજારમાં બીજું શ્રી શાંતિનાથ પ્રભુની જિનાલય પણ પ્રાચીન છે.બંને જિનાલયની કલાકારીગરી અદ્ભુત છે.હાલમાં જામ ભાણવડની ભાણવડ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન ગ્રંથોમાં ‘ભાનુવડ ગ્રામ’ તરીકે આ સ્થળનો ઉલ્લેખ છે. પ્રાચીનકાળમાં આ ગામ સમૃદ્ધિની છોળો ઉછળતી નગરી હતી. તેમ જાણવા મળે છે. શ્વેત વર્ણનાં, પદ્માસનસ્થ, ફણારહિત શ્રી અમૃતઝરા પાર્શ્વનાથજી ની પ્રતિમાજીની ઊંચાઈ ૧૮ ઇંચ અને પહોળાઈ 14 ઇંચની છે.ચાંપસી નામના શ્રેષ્ઠીએ આ પાર્શ્વનાથ પ્રભુના આ ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવ્યું હતું. વિક્રમ સંવત 1622 ના ફાગણ સુદ બીજના દિવસે આ નૂતન જિનાલયમાં આચાર્ય ભગવંત શ્રી જિનરાજસુરીશ્વરજી મહારાજ ના વરદ હસ્તે શાહ ધારશી રાજશી દ્વારા શ્રી અમૃતઝરા પાર્શ્વનાથજીને ગાદી નશીન કરવામાં આવ્યા હતા. એ વખતે 80 જિનબિંબોની પ્રતિષ્ઠા કરાઇ હતી.આ તીર્થની પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય ભગવંત શ્રી જીવરાજસૂરીશ્વરજી મહારાજે શ્રી અમૃતઝરા પાર્શ્વનાથજીની સ્તુતિ મુક્ત મને ગાઈ છે. શ્રી અમૃતઝરા પાર્શ્વનાથજી ની પ્રતિમાજી અલૌકિક અને દિવ્ય છે. પરમાત્માની સેવા પૂજા કરવાથી સઘળાં મનોરથો પરિપૂર્ણ થયાના અનેક દ્રષ્ટાંતો છે. સંસ્કૃત ભાષામાં આ પાર્શ્વનાથને ‘અમૃતશ્રાવી પાર્શ્વનાથ’ જણાવેલ છે. વિક્રમ સંવત 1951માં આ તીર્થનો જીર્ણોદ્ધાર થયો છે. પૂજ્ય મુનિ ભગવંતો એ શ્રી અમૃતઝરા પાર્શ્વનાથજી ની સ્તુતિ પોતાની પ્રાચીન રચનાઓમાં કરી છે.
श्री अमृतझरा पार्श्वनाथ
श्री अमृतझरा पार्श्वनाथ – भाणवड गाँव
जामनगर जिले में जाम भाणवड गाँव में अमृतझरा पार्श्वनाथ का शिखरबद्ध जिनालय है| फणा रहित प्रतिमाजी १८ इंच ऊँचे और १४ इंच चौड़े है| चांपशी क्षेष्टि ने पार्श्वनाथ प्रभु के भव्य जिनालय का निर्माण कराया था|
वि.सं. १६६२ फाल्गुन सूद २ के दिन श्री जिनराजसूरीजी के वरद हस्तो से अमृतझरा पार्श्वनाथ की प्रतिष्ठा विधि संपन्न हुई थी|
जिनराजसूरीजी विचरित स्तवन में “अमृतझरा” नाम की गुणनिश्पन्नता बताते हुए कहा है –
पर तरिव पास अमिझरइ, भेटीएजी भवियण भावे रे,
रात दिवस अमृत झरे, तिन साचो नाम कहावे रे|
प्रभु प्रतिमा में से होने वाले अमी झरने के कारण ये प्रभु अमृतझारा कहलाते है|