Acharya Shrimad Vijay Prem Suriji Maharaj Saheb

Acharya Shrimad Vijay Prem Suriji Maharaj Saheb

Acharya Shrimad Vijay Prem Suriji Maharaj Saheb

પરમ પૂજ્ય સિદ્ધાન્ત મહોદધિ, વિશાળ શ્રમણ સમુદાય સર્જક આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમ સૂરીશ્વરજી મહારાજાનો જીવન પરિચય

પિડંવાડાના પનોતા પુત્ર 
————————–————
સિદ્ધાંત મહોદધિ આચાર્ય દેવ 
————————–——————–
શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્ર્વરજી
————————–———————-
મહારાજ સાહેબ 
————————
જ્ઞાન -દર્શન -ચારિત્રની સાધનામાં મગ્ન હતા. 
ઉપકારી હિતૈષી પૂરૂષો ખૂબ જ ભારપૂર્વક ફરમાવે છે કે સંયમની પ્રાપ્તિ એ પૂર્ણાહુતિ નથી. પણ સિદ્ધિની સાધનાનો સાચો પ્રારંભ છે. આજ વસ્તુ સતત આંખ સામે રાખી, હૈયામાં કોતરી નૂતન મુનિશ્રી પ્રેમવિજયજી જ્ઞાન -દર્શન -ચારિત્રની સાધનામાં મગ્ન બન્યા. તારક જિનાજ્ઞા અને ગૌરવવંતિ ઞુર્વાજ્ઞાના ચરણોમાં સર્વસ્વનું સમર્પણ કર્યું. વિનય વૈયાવચ્ચ – સ્વાધ્યાય-તપ અને સંયમમાં અપ્રમત્તતા એ એમના
જીવનના અવિભાજ્ય અંગ બની ગયાં. નિત્ય એકાસણા , નિર્દોષ ભિક્ષાચર્યા ,અલ્પ દ્રવ્ય અલ્પ સમય , રસના વિજય , નિદ્રા વિજય આ એમના સ્વાભાવિક ગુણો બની ઞયા. એકાસણામાં રોટલી – દાળ જેવા બે દ્રવ્ય અને સ્વાદ ન આવે એ માટે મોઢામાં રહેલાં નિવાલા ને એકજ બાજુમાં રાખી વાપરતા એ પણ માત્ર દસ મિનિટમાં. તેઓશ્રીના આહાર સંજ્ઞા વિજયનું આ ઉત્તમ ઉદાહરણ છે. મેવો , ફૂટ , મીઠાઈ, ફરસાણનો કાયમી પરિત્યાગ આદિથી તેઓશ્રીનું ત્યાગ સભર જીવન આ વિષમકાલમાં આપણા જેવા માટે ખૂબ જ આદર્શભૂત છે. 
અનુશાસન પ્રિય પૂ આચાર્ય શ્રી દાનવિજયજી મહારાજા અનુશાસનમાં રહીને તેમનું જીવન સોલે કલાએ ખીલી ઊઠ્યું. ગુરૂકુલવાસનો સાચો આનંદ અનુભવવા લાગ્યા. સંસ્કૃત – પ્રાકૃત ભાષાનો , કાવ્ય -ન્યાયગ઼ંથોંનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. તેઓશ્રીએ પોતાના જીવનમાં જ્ઞાન -ધ્યાન કિર્યાનો અપૂર્વ યજ્ઞ આરંભ્યો . પંડિત પાસે અધ્યયન કરવા છાણીથી વડોદરા રોજ ચાલીને જતા અને ઉત્સાહ -રૂચિથી જ્ઞાનોપાર્જન કરતાં . જ્ઞાન પરિણત કરવાની આ ઉત્તમ ચાવી છે. વડોદરાના શાસ્ત્રીજી તેઓના જ્ઞાન -સંયમથી 
પ્રભાવિત બન્યા અને રાજ્યની માલિકીની પુસ્તકાલય -શાસ્ત્ર ભંડાર જોવા પધારવા આમંત્રણ આપ્યું. પ્રાચીન જ્ઞાન -ભંડારનું બારીકાઈથી નિરીક્ષણ કરતાં ‘કમ્મપયડી ‘ નામનો પ્રાચીન અલભ્ય દુલર્ભ ગ્રન્થ તેમનાં હાથમાં આવી ચડયો . આ ‘કમ્મપયડી’ એ જૈન શાસનમાં ‘કર્મવાદ’ ખૂબ જ મહત્વનો ગ્રન્થ છે. પોતાના માર્ગસ્થ મનોહર પ્રજ્ઞાથી પૂજ્યશ્રીએ સ્વપૂરૂષાર્થ – પ્રજ્ઞાના બળે રાત – દિવસના સતત ચિંતન મનનથી એ ગ્રંથ સિદ્ધ કરયો અને વર્ષોથી બંધ પડેલા આ ગ્રંથનું અધ્યયન ચાલુ થયું અને આજેય અવિરત આગેકુચ કરી રહ્યું છે એનું પુણ્ય શ્રેયઃ તેઓશ્રી ને છે.

જન્મ વિ.સં. ૧૯૪૦,ફાગણ સુદ – ૧૫
જન્મસ્થળ નાંદિયા
મુલ વતન પિડંવાડા
કર્મ ભુમી વ્યારા
સંસારી નામ પ્રેમચંદ
પિતા ભગવાનદાસ
માતા કંકુબાઈ
દીક્ષા વિ. સં. ૧૯૫૭, કારતક વદ – ૬, પાલિતાણા
ગુરૂદેવ પરમ પૂજ્ય સકલાગમ રહસ્યવેદી આચાર્ય દેવ શ્રી દાન સૂરીશ્વરજી મહારાજા
ગણિપદ વિ. સં. ૧૯૭૬, ફાગણ વદ – ૬, ડભોઇ
પંન્યાસપદ વિ. સં. ૧૯૮૧, ફાગણ વદ – ૬, અમદાવાદ
ઉપાધ્યાયપદ વિ. સં. ૧૯૮૭, કારતક વદ – ૩, મુંબઈ
આચાયૅપદ વિ.સં. ૧૯૯૧, ચૈત્ર સુદ – ૧૪, રાધનપુર
સ્વર્ગવાસ વિ.સં. ૨૦૨૪, વૈશાખ વદ – ૧૧, ખંભાત

પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના ચાતુર્માસો
વિ.સં. સ્થળ
૧૯૫૭ પાટણ
૧૯૫૮ વડોદરા 
૧૯૫૯ પાલનપુર 
૧૯૬૦ ભરૂચ
૧૯૬૧ ખંભાત
૧૯૬૨ છાણી
૧૯૬૩ લીંમડી
૧૯૬૪-૬૫ અંબાલા
૧૯૬૬ બીકાનેર
૧૯૬૭ વડોદરા
૧૯૬૮ દરાપરા
૧૯૬૯ શિનોર
૧૯૭૦ ભાવનાગર
૧૯૭૧ પાલીતાણા
૧૯૭૨ વટાદરા 
૧૯૭૩ ભરૂચ 
૧૯૭૪ ખંભાત
૧૯૭૫ દાભોઈ
૧૯૭૬ અમદાવાદ
૧૯૭૭ પિંડવાડા
૧૯૭૮ પાડીવ
૧૯૭૯ મહીદપુર
૧૯૮૦-૮૧-૮૨ અમદાવાદ
૧૯૮૩ ખંભાત
૧૯૮૪ સુરત
૧૯૮૫ મુંબઈ
૧૯૮૬ અંધેરી
૧૯૮૭ પાટણ 
૧૯૮૮ સુરેન્દ્રનગર
૧૯૮૯-૯૦ અમદાવાદ
૧૯૯૧ પાટણ
૧૯૯૨-૯૩-૯૪મુંબઈ
૧૯૯૫ પૂનાકેમ્પ
૧૯૯૬ જાપાણી
૧૯૯૭ સાંગલી 
૧૯૯૮ ખંભાત
૧૯૯૯ અમદાવાદ
૨૦૦૦ અમદાવાદ 
૨૦૦૧ પિંડવાડા
૨૦૦૨ પાલી 
૨૦૦૩ પાટણ
૨૦૦૪ ખંભાત
૨૦૦૫ અમદાવાદ 
૨૦૦૬ પાલીતાણા
૦૦૭-૮-૯ મુંબઈ 
૨૦૧૦ અહમદનગર 
૨૦૧૧ પૂનાસીટી 
૨૦૧૨ મુંબઈ
૨૦૧૩ -૧૪ અમદાવાદ
૨૦૧૫ સુરેન્દ્રનગર 
૨૦૧૬ શિવગંજ 
૨૦૧૭-૧૮ પિંડવાડા
૨૦૧૯ જાવાલ
૨૦૨૦ પિંડવાડા ૨૦૨૧ પાટણ
૨૦૨૨ અમદાવાદ
૨૦૨૩ ખંભાત
૨૦૨૪ વૈસાખવદ ૧૧ કાલધર્મ ખંભાત

શિષ્ય સંપદા
1 પ.પૂ.આચાર્ય શ્રી રામચંદ્રસુરીશ્ર્વરજી મહારાજ 

2 પ.પૂ. મુનિ શ્રી મનોહરવિજયજી

3 પ.પૂ ઊપાધ્યાય શ્રી કેવલયવિજરજી ગણિ મસા 

4 પ.પૂ.આચાર્યદેવ શ્રી જંબૂસૂરીશ્ર્વરજી મસા 

5 પ.પૂ.આચાર્યદેવ શ્રી હીરસૂરીશ્ર્વરજી મસા 

6 પ.પૂ મુનિ શ્રી જિનવિજયજી મસા 

7 પ.પૂ.આચાર્યદેવ શ્રી રાજતિલકસૂરીશ્ર્વરજી મસા 

8 પ.પૂ.આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્ર્વરજી મસા.

9 પ.પૂ . મુનિ શ્રી રૂચકવિજયજી મ.સા.

10 પ.પૂ. મુનિ શ્રી મતિધનવિજયજી મ.સા 

11 પ પૂ મુનિ શ્રી દાનવિજયજી મ.સા 

12 પ .પૂ. પન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા 

13 પ પૂ મુનિ શ્રી મણિભદ્રવિજયજી મ.સા 

14 પ પૂ મુનિ શ્રી ચંદનવિજયજી મ.સા 

15 પ પૂ મુનિ શ્રી ચરણપ્રભવિજયજી મ.સા

16 પ પૂ મુનિ શ્રી અશ્ર્વસેનવિજયજી મ સા 

17 પ પૂ આચાર્ય શ્રી કુલચંદ્રસૂરીશ્ર્વરજી મ.સા

 

Related Articles

× CLICK HERE TO REGISTER