Sixth Disha Tyag Trik

Sixth Disha Tyag Trik

6 દિશાત્યાગ ત્રિક :

 

   દિશાત્યાગ ત્રિક

      ↑

જમણી દિશા      ડાબી દિશા    પાછળની દિશા.

 

1. આપણી જમણી બાજુની દિશામાં

જોવાનો ત્યાગ કરવો.

2. આપણી ડાબી બાજુની દિશામાં

જોવાનો ત્યાગ કરવો.

3. આપણી પાછળની બાજુની દિશામાં

જોવાનો ત્યાગ કરવો.

 

ચૈત્યવંદનનો પ્રારંભ કરતાં

પૂર્વે જે દિશામાં

 દેવાધિદેવ બિરાજમાન છે

તે સિવાયની બાકીની 

ત્રણેય દિશામાં જોવાનો

પરિત્યાગ કરવો તેનું

નામ છે દિશાત્યાગ ત્રિક.

ત્રણેય દિશામાં જોવાનો પરિત્યાગ

થવાથીચિત્તને ભટકવાનું બંધ થાય છે.

ખોટા વિચારો અટકી જાય છે.

પ્રભુભક્તિમાં આપોઆપ તલ્લીનતા

પેદા થાય છે.

 

કોઈપણ માણસ સાથે વાત

કરતાં જો આડે અવળે જોયા

કરીએ તો સામા માણસનું

અપમાન કરવા બરાબર છે.

તેમ પ્રભુની સ્તવના કરતાં

ડોળા ભમાવ્યા કરવા એ

પણ ભગવાનનું અપમાન

કરવા બરાબર છે.

 

આ ત્રિકનું જો યથાર્થ રીતે

પાલન કરવામાં આવે તો

આજે જે યુવાનોની ફરીયાદ

આવે છે કે અમારું મન

મંદિરમાં પણ સ્થિર રહેતું નથી.

તેનું નિરાકરણ જરૂર થઈ જશે.

આંખને જો ભટકતી રાખશો,

વીતરાગમાં જો એકાકાર

નહિ બનાવો તો એ

રાગનાશિકાર શોધતી રહેશે

અને સાથે પોતાના પ્રિય

મિત્ર મનને પણ ભટકાવતી જ રહેશે.

 

દિશાત્યાગ :

 

આંખ બહુ નાજુક અવયવ છે.

એમાં કંઈક પડે તો

ઉપાધિનો પાર ન રહે.

જરીક મરચાનો કણ પડે,

સ્હેજ કસ્તર પડે કે લગાર

ધૂળ પડે તો કેવી વેદના

થાય એ સહુ જાણે છે.

પણ સબૂર! આંખમાં 

કંઈક પડે એના કરતાંય

આંખ કયાંક પડે તો આફત

 ઉતર્યા વિના ન રહે.

માણસ આંખમાં કશું ન પડે

તેનું ધ્યાન રાખે છે પણ

આંખ કયાંય ન પડે તેનું

ધ્યાન નથી રાખતો. રે!

આંખને કયાંય નાખવાની અને 

આંખ મારવાની તો એને

ભારે આદત પડી છે.

દિવસ દરમ્યાન સતત એ

ડોળા ભમાવતો જ રહે છે.

કૌન આયા, કૌન ગયા,

કૌન બેઠા, કૌન બોલા અને

બધું ધ્યાન રાખવાનું કામ

માણસ વગર પગાર કરે છે. 

કેટલાક તો પાનના ગલ્લે,

દેશના ઓટલે, દુકાનના 

પાટીયે અને રોડના

કોર્નર પર અડ્ડા

લગાવીને બેસતા હોય છે.

વહેતા નદીના પાણી પર

જેમ બગલો માછલી પર

ચાંપતી નજર રાખીને બેસે

તે રીતે કેટલાક અડ્ડાબાજો

મીંટ માંડીને બેસી રહેતા હોય છે.

 ન માલૂમ કેટલાં ચીકણાં

ગલીચ કર્મો તે લોકો ભાંધતા હશે.

 

ખેર ! પ્રભુના મંદિરમાં મન વાયરે

ન ચડી જાય એટલા માટે

આંખને સલામત રાખવાની જરૂર છે.

ગુજરાતીમાં કહેવત છે કે દેખવું

નહિ અને દાઝવું નહિ’.

આપણી સન્મુખ જે દિશામાં

પરમાત્મા બિરાજયા હોય તે

દિશામાં જ નજર રાખવી

આસપાસની અને પાછળની દિશામાં

જોવાની માંડવાળ કરવી.

આ કામ જરીક કપરું છે.

મુશ્કેલ છે.સતત રખડું બની

ગયેલી આંખો પર અંકુશ મૂકવો

 જરીક કઠણ જરૂર છે પણ

પુરૂષાર્થ કરવામાં આવે તો 

સફળતા અચૂક મળશે.

કમસેકમ જિનાલયમાં તો

 આઈ કંટ્રોલ કરે જ છૂટકો છે.

 

કેટલાક કથાપ્રસંગો :

 

A. સંત મલેક નમાજ પઢી રહ્યા હતા.

તેની સામે એક સુંદર ઈરાની

ગુલાબી ગાલીચો બીછાવેલો હતો.

ખુદાની બંદગી ચાલુ કરી.

ત્યાંથી એકાએક ઝેમ્બુન્ટિંસા નામની

એક રાજપુત્રી દોડતી

પસાર થઈ ગઈ.

ત્યારે તેના કાદવવાળા પગે

પેલા ગાલીચાને રગદોળી નાખ્યો.

આ વાતનું ભાન તેને ન રહ્યું

કેમકે તે પોતાના પતિને

મળવા માટે આતુર હતી.

પતિને મળી થોડી વારે જયારે

તે પાછી વળી ત્યારે નમાજ

 પઢી રહેલા સંત મલેકે

તેને ધમકાવતાં કહ્યું કે,

“તને આટલું પણ ભાન ન રહ્યું?

આ સુંદર ગાલીચાને તેં

 કાદવથી ખરડી નાખ્યો.

બેટા! જરા જોઈને ચાલે

તો શું વાંધો આવે ?”

 

ઝેમ્બુન્નિસાએ જણાવ્યું કે,

સંત ! મને માફ કરો.

હું મારા ખાવિંદને મળવા

માટે એવી તો ગુમભાન

બની ગઈ હતી કે,

ન તો હું આપને જોઈ શકી.

ન તો આપના ગાલીચાને

જોઈ શકી પણ ઓ 

સંત ! હું આપને પૂછું કે

ખુદાની બંદગીમાં લીન 

બનેલા આપને દોડતી ઝેમ્બુન્નિસા,

આ ઈરાની ગાલીચો અને પગનો

કાદવ આ બધું શી રીતે દેખાયું ?

મૌલવીજી ! ખાવિંદની યાદમાં હું

દુનિયા આખી ભૂલી ગઈ પણ

ખુદાની બંદગીમાં આપ ગાલીચા જેવી

 ચીજ પણ ન ભૂલી શકયા.

 

B. એક સંત જયારે સાધના કરવા

બેસતા ત્યારે એવા એકાકાર બની

જતા કે તેમના શરીર પરથી

સર્પ ચાલ્યા જતાં તોયે

તેમને ખબર ન પડતી કે

શરીર પર શું થઈ રહ્યું છે.

એટલું જ નહિ પણ

કયારેક તો તેમણે પહેરેલું

કૌપીન પણ છૂટી જતું તોય 

તેમને ભાન રહેતું ન હતું.

મંદિરના પૂજારીઓ આવીને તેમનું

છૂટી ગયેલું કૌપીન ઠીક કરી દેતા.

 

C. એક સંતને બરડામાં તીર વાગ્યું હતું.

એ માંસમાં એવું તો જામ થઈ

ગયેલું કે સંતને બેભાન

કર્યા વિના ખેંચી શકાય નહિ.

પણ એ સંતે બેફીકર જણાવી દીધું કે,

હું જયારે ધ્યાન કરવા

બેસું ત્યારે ખેંચી લેજો.

પ્રભુમાં ઓગળી ગયા બાદ

તમે ગમે તે કરશો તોય

મને કશી જ પીડા નહિ થાય.

કેવી અદ્ભુત તલ્લીનતા !