Dhar talwarni sohali doheli stavan gujarati lyrics

Dhar talwarni sohali doheli stavan gujarati lyrics

ધાર તલવારની સોહિલી દોહિલી, ચૌદમા જિન તણી ચરણસેવા;

ધાર પર નાચતાં દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા.

એક કહે સેવિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે;

ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે.

ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે!

ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકા, મોહ નડિયા કલિકાલ રાજે.

વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, સાપેક્ષ વ્યવહાર સાચો;

વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાચો?

દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે? કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો

! શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કરી, છાર પર લીંપણું તેહ જાણો.

પાપ નહિ કોઈ ઉત્સૂત્ર ભાષણ જિસ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો;

સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરીખો.

એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે,

તે નરા દિવ્ય બહુકાલ સુખ અનુભવી, નિયત “આનંદઘન’ રાજ પાવે.

Related Articles

× CLICK HERE TO REGISTER