Dharma jineshwar dharmadhurandhar stavan gujarati lyrics

Dharma jineshwar dharmadhurandhar stavan gujarati lyrics

ધર્મ જિનેશ્વર ધર્મધુરંધર, પૂરણ પુણ્યે મળિયો;

મન મરુથલ મેં સુરતરુ ફળિયો, આજ થકી દિન વળિયો.

પ્રભુજી! મહેર કરી મહારાજ, કાજ હવે મુજ સારો;

સાહિબ! ગુણનિધિ ગરીબ નિવાજ, ભવજલ પાર ઉતારો. ॥੧॥

બહુ ગુણવંતા જેહ તેં તાર્યા, તે નહિ પાડ તુમારો;

મુજ સરીખો પત્થર જો તારો, તો તુમચી બલિહારો. પ્રભુજી૦||૨ ।।

હું નિર્ગુણ પણ તાહરી સંગે, ગુણ લહું તેહ ઘટમાન;

નિંબાદિક પણ ચંદન સંગે, ચંદન સમ લહે તાન. પ્રભુજી૦||૩||

નિર્ગુણ જાણી છેહ મદેશો, જુઓ આપ વિચારી;

ચંદ્ર કલંકિત પણ નિજ શિરથી, ન તજે ગંગાધારી. પ્રભુજી૦।।૪।।

સુવ્રતાનંદન સુવ્રતદાયક, ધારક જિનપદવીનો;

પાયક જાસ સુરાસુર કિન્નર, ઘાયક મોહ રિપુનો. પ્રભુજી૦॥૫॥

તારક તુમ સમ અવર ન દીઠો, લાયક નાથ હમારો;

શ્રી ગુરુ ‘ક્ષમાવિજય’ પય સેવી, કહે જિન ભવજલ તારો. પ્રભુજી૦।।૬।।

Related Articles

× CLICK HERE TO REGISTER