Dharma jineshwar Gau rangasu stavan gujarati lyrics

Dharma jineshwar Gau rangasu stavan gujarati lyrics

ધર્મ જિનેશ્વર ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રીત;

જિને૦ બીજો મનમંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત.

જિને૦ ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ; જિને૦

ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ.

જિને૦ પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમનિધાન;

જિને૦ હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.

જિને૦ દોડત દોડત દોડત દોડીઓ, જેતી મનની રે દોડ;

જિને૦ પ્રેમ પ્રતીત વિચારો ટૂંકડી, ગુરુ-ગમ લેજો રે જોડ.

જિને0 એક પખી કેમ પ્રીતિ પરવડે? ઉભય મિલ્યા હોય સંઘ;

જિને૦ હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ.

જિને0 પરમ નિધાન પ્રગટ મુખ આગળે, જગત ઉલ્લંઘી હો જાય

 જિને૦ જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પુલાય.

જિને૦ નિર્મલ ગુણમણિ રોહણ ભૂધરા, મુનિજન માનસ હંસ;

જિને૦ ધન્ય તે નગરી ધન્ય વેલા ઘડી, માતપિતા કુલ વંશ.

જિને૦ મન મધુકર વર કરજોડી કહે, પદકજ નિકટ નિવાસ;

જિને૦ ઘનનામી “આનંદઘન’ સાંભળો, એ સેવક અરદાસ. જિને૦

Related Articles

× CLICK HERE TO REGISTER