Ditho suvidhi jinand stavan gujarati lyrics

Ditho suvidhi jinand stavan gujarati lyrics

દીઠો સુવિધિ જિણંદ, સમાધિ રસે ભર્યો,

હો લાલ ભાસ્યો આત્મસ્વરુપ, અનાદિનો વિસર્યો;

હો લાલ સકળ વિભાવ ઉપાધિ, થકી મને ઓસર્યો,

હો લાલ સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો.

હો લાલ તુમ પ્રભુ જાણંગ રીતિ, સર્વ જગ દેખતાં,

હો લાલ નિજ સત્તાએ શુદ્ધ, સહુને લેખતાં;

હો લાલ પર પરિણતિ અદ્વેષપણે, ઉવેખતાં,

હો લાલ ભોગ્યપણે નિજ શક્તિ, અનંત ગવેષતા.

હો લાલ દાનાદિક નિજ ભાવ, હતા જે પરવશા,

હો લાલ તે નિજ સન્મુખ ભાવ, ગ્રહે લહી તુજ દશા;

હો લાલ પ્રભુનો અદ્ભૂત યોગ, સ્વરુપ તણી રસા,

હો લાલ ભાસે વાસે તાસ, જાસ ગુણ તુજ જિસા.

હો લાલ રજૂ કેવા તું કામણ કરે…

મોહાદિકની ઘૂમી, અનાદિની ઊતરે, હો લાલ

અમલ અખંડ અલિપ્ત, સ્વભાવ જ સાંભરે; હો લાલ

તત્ત્વરમણ શુચિ ધ્યાન, ભણી જે આદરે, હો લાલ

તે સમતારસ ધામ, સ્વામી મુદ્રા વરે. હો લાલ પ્રભુ!

છો ત્રિભુવન નાથ, દાસ હું છું તાહરો,

હો લાલ કરુણાનિધિ અભિલાષ, અછે મુજ એ ખરો;

હો લાલ આતમ વસ્તુ સ્વભાવ, સદા મુજ સાંભરો,

હો લાલ ભાસન વાસન એહ, ચરણ ધ્યાને ધરો.

હો લાલ પ્રભુ મુદ્રાને યોગ, પ્રભુ! પ્રભુતા લખે,

હો લાલ દ્રવ્ય તણે સાધર્મ્સ, સ્વસંપત્તિ ઓળખે;

હો લાલ ઓળખતા બહુમાન, સહિત રુચિ પણ વધે,

હો લાલ રુચિ અનુયાયી વીર્ય, ચરણ ધારા સધે.

હો લાલ ક્ષાયોપશમિક ગુણ સર્વ, થયા તુજ ગુણ રસી,

હો લાલ સત્તા સાધન શક્તિ, વ્યક્તતા ઉલ્લસી;

હો લાલ હવે સંપૂરણ સિદ્ધિ તણી શી વાર છે, હો લાલ

‘દેવચંદ્ર’ જિનરાજ, જગત આધાર છે. હો લાલ

Related Articles

× CLICK HERE TO REGISTER