Jagat divakar jag krupanidhi stavan gujarati lyrics

Jagat divakar jag krupanidhi stavan gujarati lyrics

જગત દિવાકર જગત કૃપાનિધિ, વાહલા મારા!

સમવસરણમાં બેઠાંરે; ચૌમુખ ચઉવિહ ધર્મ પ્રકાશે,

તે મેં નયણે દીઠા રે. ભવિક જન હરખો રે, નિરખી શાંતિ જિણંદ;

ઉપશમ રસનો કંદ, નહિ ઈણ સરખો રે. ॥੧॥

પ્રાતિહાર્ય અતિશય શોભા, વા૦મા૦ તે તો કહિય ન જાવે રે;

ઘૂક બાલથી રવિ કર ભરનું, વર્ણન કિણુ પર થાવે રે. ५०॥२॥

વાણી ગુણ પાંત્રીશ અનોપમ, વા૦મા૦ અવિસંવાદ સરુપે રે;

ભવદુઃખ વારણ શિવસુખ કારણ, શુદ્ધ ધર્મ પ્રરુપે રે. ભ૦||૩||

દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશિમુખ, વા૦મા૦ ઠવણા જિન ઉપગારી રે;

તસુ આલંબન લહિય અનેકે, તિહાં થયા સમકિત ધારી રે. ભ૦૪॥

ષટ નય કારજ રુપે ઠવણા, વા૦મા૦ સગ નય કારણ ઠાણી રે;

નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી રે. ભ૦િ।।૫।।

સાધક તીન નિક્ષેપા મુખ્ય, વા૦મા૦ જે વિણુભાવ ન લહિયે રે;

ઉપગારી દુગ ભાષ્યે ભાખ્યા, ભાવ વંદકનો ગ્રહીયે રે. ભ૦।।૬।।

ઠવણા સમવસરણ જિન સેંતી, વા૦મા૦ જો અભેદતા વાધી રે;

એ આત્માના સ્વ સ્વભાવ ગુણ, વ્યક્ત યોગ્યતા સાધી રે. ભ૦।।૭।।

ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, વા૦મા૦ રસનાનો રસ લીધો રે

 “દેવચંદ્ર’ કહે માહરા મનનો, સકળ મનોરથ સિધો રે. ભ૦।।૮।

Related Articles

× CLICK HERE TO REGISTER