Sheetal jinpati lalit tribhangi stavan gujarati lyrics

Sheetal jinpati lalit tribhangi stavan gujarati lyrics

શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહે રે?

કરુણા કોમલતા તીક્ષણતા, ઉદાસીનતા સોહેરે.

સર્વજંતુ હિતકરણી કરુણા, કર્મ વિદારણ તીક્ષણ રે;

હાન દાન રહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે.

પરદુઃખ છેદન ઈચ્છા કરુણા, તીક્ષણ પરદુઃખ રીઝે રે;

ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામેં કેમ સીઝે રે.

અભયદાન તે કરુણા, મળક્ષય તિક્ષણતા ગુણ ભાવે રે;

પ્રેરક વિણકૃતિ ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે રે.

શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિગ્રંથતા સંયોગે રે;

યોગી ભોગી વક્તા મૌની, અનુપયોગી ઉપયોગી રે

. ઈત્યાદિક બહુ ભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્તે દેતી રે;

અચરિજકારી ચિત્ર વિચિત્રતા, ‘આનંદઘન’ પદ લેતીરે.

Related Articles

× CLICK HERE TO REGISTER