Suno Shanti jineshwar sobhagi stavan gujarati lyrics

Suno Shanti jineshwar sobhagi stavan gujarati lyrics

સુણો શાંતિ જિણંદ! સોભાગી, હું તો થયો છું તુમ ગુણરાગી;

તુમે નિરાગી ભગવંત, જોતાં કિમ મળશે તંત. સુણો૦ ।। ૧ ।।

હું તો ક્રોધ કષાયનો ભરિયો, તું તો ઉપશમ રસનો દરિયો;

હું તો અજ્ઞાને આવરિયો, તું તો કેવળ-કમલા વરિયો. સુણો૦ ।। ૨ ।।

હું તો વિષયા રસનો આશી, તેં તો વિષયા કીધી નિરાશી;

હું તો કર્મના ભારે ભરીયો, તેં તો પ્રભુજી ભાર ઉતાર્યો. સુણો૦|॥૩॥

હું તો મોહ તણે વશ પડિયો, તેં તો સબળા મોહને હણિયો;

હુંતો ભવસમુદ્રમાં ખૂંચ્યો, તુંતો શિવમંદિરમાં પહોંચ્યો. સુણો૦॥૪॥

મારે જન્મમરણનો જોરો, તેં તો તોડયો તેહનો દોરો;

મારો પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. સુણો૦ ।।૫ ।।

મને માયા એ મૂક્યો પાશી, તું તો નિર્બંધન અવિનાશી;

હું તો સમકિતથી અધૂરો, તું તો સકલ પદારથે પૂરો. સુણો૦।।૬।।

મારે તો છે પ્રભુ તું હી એક, તારે મુજ સરીખા અનેક;

હું તો મનથી ન મુકું માન, તું તો માનરહિત ભગવાન. સુણો૦।।૭।।

મારું કીધું કશું નવિ થાય, તું તો રંકને કરે છે રાય;

એક કરે મુજ મહેરબાની, મારો મુજરો લેજો માની.

એક વાર જો નજરે નીરખો, તો કરો મુજને તુમ સરીખો;

સુણો૦।।૮।। જો સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારા ગાશે.

સુણો૦ ॥૯॥ ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાધિદેવા;

સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્ન’ની વાણી. સુણો૦ ।।૧૦।।

Related Articles

× CLICK HERE TO REGISTER