Story of Aatmaramji M.S

Story of Aatmaramji M.S

Story of Aatmaramji M.S

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ક્રાંતિકારી
જૈનાચાર્ય શ્રી આત્મારામજી
શ્રી આત્મારામજીએ સંવેગી દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમનું નામ આનંદવિજયજી રાખવામાં આવ્યું હતું અને આચાર્ય થયા પછી તેઓ વિજયાનંદસૂરિજી તરીકે ઓળખાયા
સમયથી બે ડગલા આગળ ચાલનાર શ્રી આત્મારામજી મહારાજ એટલે જૈન પરંપરાના ક્રાંતિકારી સાઘુ.
શ્રી આત્મારામજી મહારાજનો જન્મ વિક્રમ સંવત ૧૮૯૨ના ચૈત્ર સુદ એકમના મંગળવારે પંજાબમાં લહેરા ગામમાં થયો હતો. પિતાનું નામ ગણેશચંત્ર. માતાનું નામ રૂપાદેવી. જન્મે શીખ.
શીખ કોમમાંથી જૈન સંઘને બે મહાન સાઘુઓની પ્રાપ્તિ થઈ. એક શ્રી બુટેરાયજી મહારાજ અને બીજા શ્રી આત્મારામજી મહારાજ.
શ્રી આત્મારામજી મહારાજનું સંસારી નામ દીત્તારામ હતું.
સ્થાનકવાસી સંત શ્રી જીવનરામજી મહારાજના સંપર્કમાં આવીને તેમણે દીક્ષા લીધી.
તેમનું નામ પડ્યું શ્રી આત્મારામજી મહારાજ. દીક્ષાના દિવસથી તેમણે અભ્યાસ શરૂ કર્યો.
ભાષાઓ, ધર્મગ્રંથો, ઇતિહાસ ગ્રંથો વગેરે તેમણે ચીવટપૂર્વક શીખવા માંડ્યા.
તે સમયે આ તેજસ્વી સાઘુને રોજ મનમાં વિચાર આવવા માંડ્યો કે મુખ પર મહુપત્તી બાંધવી અને મૂર્તિપૂજા ન કરવી તે કેટલે અંશે બરાબર છે?
આ વિચારે તેમને મુંઝવણમાં મુકી દીધા. તેમના પરિચયમાં જે સાઘુઓ આવ્યા અને તેમના પરિચયમાં જે પંડિતો આવ્યા તેની સાથે તેમણે ઊંડી ચર્ચાઓ કરી પરંતુ મનનું સમાધાન ન થયું.
ઈ.સ. ૧૯૨૦માં આગ્રામાં વ્યાકારણ શાસ્ત્રી શ્રી રત્નચંદ્રજી મળ્યા. આત્મારામજી મહારાજે તેમને ઘણા સવાલો પૂછ્‌યા. શ્રી રત્નચંદ્રજી નિખાલસ સંત હતા. તેમના મનમાં થતું હતું કે પોતે કોઈ પણ રીતે શ્રી આત્મારામજીને ખોટું કહી શકે નહીં. તેમણે કહ્યું ઃ
‘ભાઈ, આપણે સ્થાનકવાસી છીએ એટલે મૂર્તિપૂજામાં ન માનીએ તે ઠીક છે પરંતુ જીનપ્રતિમાની પૂજાની આપણે નંિદા ન કરી શકીએ.’
શ્રી આત્મારામજીને આટલો ઈશારો કાફી હતો.
તેઓ સત્તર સાઘુઓ સાથે વિહાર કરીને ગુજરાતમાં આવ્યા.
અમદાવાદમાં પોતાની જેમ પંજાબથી ગુજરાતમાં આવીને શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરામાં જોડાયેલા શ્રી બુટેરાયજી તથા શ્રી મૂળચંદજી મહારાજ મળ્યા તેમની સાથે વાદવિવાદ કરીને છેવટે તેમણે કહ્યું ઃ ‘મને પણ તમારી જેમ સંવેગી દીક્ષા આપો.’
શ્રી આત્મારામજી મહારાજ સત્તર સાઘુઓ સાથે શ્રી બુટેરાયજી-શ્રી બુદ્ધિવિજયજીના શિષ્ય બન્યા.
સમાજમાં ખળભળાટ મચી ગયો. પરંતુ સત્ય પામ્યા પછી નિડર બનીને આગળ વધવામાં શ્રી આત્મારામજીને કોઈ રોકી શકે તેમ નહોતું.
શ્રી આત્મારામજીને કોઈએ પૂછ્‌યું ઃ ‘આપ કહો છો કે જે જિનમંદિર બંધાવે તે જીવ સ્વર્ગમાં જાય. શું આ વાત સાચી છે?’
શ્રી આત્મારામજી કહે ઃ ‘જી. શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીએ આવું કહ્યું છે. માટે તે સત્ય છે.’
પૂછનારે ફરી પૂછ્‌યું ઃ ‘જો એમ જ હોય તો જે ગધેડો ઇંટ અને પથ્થર ઉંચકીને લાવે છે તે પણ સ્વર્ગમાં જ જાય ને?’
શ્રી આત્મારામજી પૂછનારની દ્રષ્ટિ સમજી ગયા. તેમણે કહ્યું ઃ ‘ભાઈ, તમે જે વાત કરો છો તેમાં સવાલ કરતાં કટાક્ષ વધારે છે. કેટલીક વાતોમાં આવી અવળી બુદ્ધિ ચલાવવી ન જોઈએ. છતાં પણ હું તમને એક સવાલ પૂછું?’
આગંતુક મૌન રહ્યો.
શ્રી આત્મારામજી કહે ઃ ‘જે સાઘુ-સાઘ્વીને દાન આપે તેઓ જીવ સ્વર્ગમાં જાય કે નહીં?’
‘જરૂર જાય.’
શ્રી આત્મારામજી કહે ઃ ‘કોઈ તપસ્વી સંતને પારણામાં દૂધ વહેરાવે તો તેને પણ સ્વર્ગ મળે કે નહીં?’
‘જરૂર મળે.’
શ્રી આત્મારામજી કહે ઃ ‘તો પછી એ દૂધ આપનાર ભેંસને સ્વર્ગ મળે કે નહીં?’
આગંતુક સ્તબ્ધ બની ગયો. શ્રી આત્મારામજીની જડબેસલાક દલીલ સાંભળીને ચાલતો થઈ ગયો.
શ્રી આત્મારામજીએ સંવેગી દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમનું નામ આનંદવિજયજી રાખવામાં આવ્યું હતું અને આચાર્ય થયા પછી તેઓ વિજયાનંદસૂરિજી તરીકે ઓળખાયા પરંતુ લોકજીભે તો તેમનું નામ આત્મારામજી જ રહ્યું.
તેમના સમયના તેઓ અત્યંત લોકપ્રિય સાઘુ હતા. જ્યાં જતાં ત્યાં તેમનો પ્રભાવ વિસ્તરતો. જ્યાં જતાં ત્યાં લોકો ધર્મ પામતા. તેમની વાણી સાંભળવા હજારો લોકો આવતા. તેમનું સ્વાગત કરવા હજારો લોકો માઈલો સુધી સામે જતાં. (ક્રમશઃ)
– આચાર્યશ્રી ‘વાત્સલ્યદીપ’ સૂરિજી
शासनपति भगवान महावीर स्वामी की परमोज्जवल पाट परंपरा में श्री सुधर्मा स्वामी के 73 वे पट्टधर जंगम युग प्रधान, पंजाब देशोद्धारक, नवयुग निर्माता तपागच्छ नायक जैनाचार्य श्रीमद् विजयानंद सूरि {प्रसिद्ध नाम – आत्माराम जी महाराज} के चरणो में शत शत नमन वंदन
सुनते हैं आत्माराम की लाखो अमर कहानिया
भूल नहीं सकते कभी गुरूवर की मेहरबानियां

Related Articles

× CLICK HERE TO REGISTER